લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતા રાજકોટ જિલ્લા RTO તંત્ર એ ફરી એકવાર કરોડો રૂપિયાના બાકી વાહન વેરાની ઉઘરાણી શરૂ કરી છે. રાજકોટ જિલ્લાના 1223 જેટલા વાહન ધારકોને નોટીસો ફટકારી બાકી વેરો તાત્કાલીક ભરી જવા માટે તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે RTO તંત્રના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શૈક્ષણિક 200, ટેકસી, મેકસી, બસ, ગુડ્સ વાહનો, જેસીબી સહિતના હેવી વાહનો સ્પે.વ્હીકલ અને અન્ય વાહનો મળી કુલ 1223 વાહન ધારકોને આરટીઓ તંત્રએ નોટીસ ફટકારી રૂા.20.99 કરોડના બાકી વેરાની કડક ઉઘરાણી કરી છે. નોંધનીય છે કે સૌથી વધુ સ્પે. વ્હીલ્સ હેવી વાહનો તેમજ મેકસી પ્રકારના વાહનોનો સૌથી વધુ વેરો બાકી છે.
ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે, 14 મે, 2024 ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ અને 15 મે, 2024 ના રોજ, જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા કેંટ-ચંડીગઢ-ન્યુ મોરિન્ડા-સરહિન્દ- સાનેહવાલ થઈને દોડશે, ત્યારે આ ફેરફારને ધ્યાનમાં લઈને મુસાફરી કરવા રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.