ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે

સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે તેમ જ 15 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં તાપામાનનો પારો ઘટવાની શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે મે મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતો હોય છે, જે છેલ્લા પાંચ દિવસથી વર્તાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આજરોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્યતા વ્યક્ત કરી છે. હજુ પણ આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સાથે વરસાદનાં એંધાણ રહેલાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *