3000ની લાંચ કેસમાં વાગુદડના તલાટી મંત્રીને 3 વર્ષની સખત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકારાયો

વર્ષ 2007માં વાગુદડ ગામ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા આરોપી લાધા રૈયાણીને રેવન્યુ રેકર્ડમાં દસ્તાવેજની નોંધ કરી આપવા માટે રૂ.3000ની લાંચ લેવા બદલ રાજકોટની એ.સી.બી. કેસના સ્પેશ્યિલ જજ એસ.વી. શર્માએ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000નો દંડ ફરમાવેલો છે.

વર્ષ 2007માં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વાગુદડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા લાધાભાઈ ઉર્ફે લલીતભાઈ સવદાસભાઈ રૈયાણી હાલ (ઉ.વ.71) એ ફરિયાદી લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયા પાસેથી લીધેલી જમીનના દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરી આપવા બદલ રૂ.3000ની લાંચની માંગણી કરેલી હતી. આ મુજબની માંગણી થતાં ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા તા. 12.10.2007ના રોજ આરોપી લાંચના છટકામાં લાંચ લેતા ઝડપાઈ ગયેલ હતા.

ચાર્જશીટ રજૂ થયા બાદ સરકાર તરફે આરોપી વિરુધ્ધના તમામ પુરાવા રજૂ કરવામાં આવેલા. આરોપીએ પોતાના બચાવમાં સાહેદ તરીકે પોતાના પુત્રની જુબાની નોંધાવી જણાવેલું હતુ કે ફરિયાદીએ રૂ.3000 આરોપી પાસેથી બિયારણ ખરીદવા માટે અગાઉ ઉછીના લીધેલા હતા, તે રકમ લાંચના છટકાના દિવસે પાછા આપવા આવેલા હતા. આ રીતે ફરિયાદીએ જે રૂ.3000 આરોપીને આપેલા હતા, તે ઉછીની રકમ પાછી આપવા પેટે દેવાયેલા હતા અને લાંચની રકમ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *