માલદીવ્સમાં રજાઓ માણી કરાવ્યું ફોટોશૂટ

IPL મેચના છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને હીરો બની ગયેલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો બેટર રિંકુ સિંહ હવે પોતાના સિક્સ પેક એબ્સને લઈને ચર્ચામાં છે. રિંકુ આ દિવસોમાં રજાઓ માણવા માલદીવ્સ ગયો છે.

રિંકુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે, જેમાં તેના સિક્સ પેક એબ્સ દેખાઈ રહ્યા છે. ક્રિકેટ ચાહકો પણ તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

રિંકુ સિંહની આ સ્ટાઈલ જોઈને શુભમન ગિલની બહેન શાહનીલ ગિલે લખ્યું- ઓ હીરો. KKRના કેપ્ટન નીતીશ રાણાની પત્ની સચી મારવાહે વ્હાઈટ હાર્ટ ઈમોજી સાથે ‘સરસ’ લખ્યું છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના બોલર મોહસિન ખાને લખ્યું – રિંક્સ.

છેલ્લા પાંચ બોલમાં યશ દયાલને સતત પાંચ છગ્ગા ફટકારીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની લીગ મેચમાં તેની ટીમને જીત અપાવી ત્યારે રિંકુ ચર્ચામાં આવી ગયો હતો. આ સીઝનમાં રિંકુએ 14 મેચમાં 59.25ની એવરેજ અને 149.53ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *