ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નિફ્ટી ફયુચર 22606 પોઈન્ટ મહત્વની સપાટી

ગત સપ્તાહના અંતે બજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ સુધારા સાથે શરૂઆત કરી છે. ત્યારબાદ વિવિધ સાનુકૂળ અહેવાલો વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવવાના અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વોલેટાલિટી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે જોઈએ તો અપેક્ષા કરતાં નબળા અમેરિકી રોજગાર ડેટા, મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, આર્થિક સ્થિતિમાં સુધારા સાથે વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધવાના આશાવાદ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે, જો કે અમેરિકામાં જીડીપીના આંકડા નબળા આવ્યાના સમાચાર સાથે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ફરી વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધતાં અંતે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ 17 પોઈન્ટના ઉછાળા સાથે 73895 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 11 પોઈન્ટના ઘટાડા સાથે 22563 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 34 પોઈન્ટના ઘટાડા સાથે 49060 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.95% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.06% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેક, આઈટી, હેલ્થકેર, એફએમસીજી, બેન્કેકસ અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *