ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં સતત 4 હાર બાદ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી. ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. મુંબઈની 12 મેચમાં આ ચોથી જીત હતી.
મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સદી ફટકારી છે. આ તેની IPL કરિયરની બીજી સદી છે. તેણે 51 બોલમાં 102* રન બનાવ્યા. ટીમ તરફથી પીયૂષ ચાવલા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ લીધી હતી.
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.