જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટમાં કાર મૂકવાનું કહી યુવાને કરી છેતરપિંડી

રાજકોટ જિલ્લા પંચાયતમાં કારનો કોન્ટ્રાક્ટ ધરાવતા યુવાને સિક્યુરિટીનો વ્યવસાય કરતા વૃદ્ધાની કાર કોન્ટ્રાક્ટમાં મૂકવાનું કહી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રેલ નગરમાં રહેતા અને સિક્યુરિટીનો વ્યવસાય કરતા 60 વર્ષિય વિજય નટવરલાલ આચાર્યએ ઘંટેશ્વરમાં રહેતા પ્રિયાંશ નરેન્દ્રભાઈ દવે સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, IPC કલમ 406, 420 મૂજબ આ કામના આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાકટ હોય દર મહિને રૂ. 28,500 ભાડુ આપવાનું જણાવી ડિપોઝિટ પેટે રૂ. 28,000 લીધા હતા બાદમાં રૂ. 1.50 લાખની કાર લઈ કોન્ટ્રાક્ટમાં નહીં મૂકી છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1 ની ટીમ દ્વારા મોરબીના વ્યાજંકવાદ અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. કોમ્બિંગ દરમિયાન પોલીસે રાજકોટના હરીધવા રોડ ઉપર સુખરામનગર શેરી નંબર 5 માં રહેતા 40 વર્ષિય દિવ્યેશ પરબત ડવને ઝડપી પાડ્યો હતો. 10 દિવસ પૂર્વે મોરબીના ટંકારાના છતર ગામે દંપતિ નિલેશ ખૂંટ અને ભારતી ખૂંટે દિવ્યેશ ડવ અને નિલેશ મારું પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જેની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાત કરી લીધો હતો. જેથી મૃતકના પુત્ર મિલન નિલેશભાઈ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *