લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. ત્યારે રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. બોડેલી બાદ તેમણે વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. એમાં તેમણે I.N.D.I.A. ગઠબંધનન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.
ધવલ પટેલ માટે તમે ધોમધખતા તાપમાં ભેગા થયો છે એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. કહીં કેન્દ્રિય ગૃહમંત્રીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યું.
કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે. 1998 સુધી દેશમાં આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. અલટ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા તો આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું.. નરેન્દ્ર મોદીજીએ નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી.