વરુથિની એકાદશી શનિવારે

વરુથિની એકાદશી વ્રત 4 મે, શનિવારે રાખવામાં આવશે. હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ માસનું મહત્ત્વ ઘણું વધારે માનવામાં આવે છે. શનિવાર અને એકાદશીનો યોગ ધર્મ અને કર્મની દૃષ્ટિએ ખૂબ જ શુભ છે.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરો અને ખાસ કરીને કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો.

આ એકાદશીનું વ્રત કરવાથી ભક્તોના તમામ પાપ અને દુઃખ દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ સમયે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય વરુથિની એકાદશીના ઉપવાસ અને આ દિવસે દાન કરવાથી મળે છે.

ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના કામમાં આવતી અડચણો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *