થાઇલેન્ડ-લાઓસ-મ્યાનમાર સરહદ ડ્રગ્સ માટે હબ

એશિયામાં સિન્થેટિક ડ્રગ્સના કાળા કારોબારની ફરીવાર શરૂઆત થઇ ચૂકી છે. કેટલાક દેશોની તપાસ સંસ્થાએ ડ્રગ માફિયા સામે કઠોર કાર્યવાહી કરી છે. કાર્યવાહીના કારણે સંગઠિત ડ્રગ માફિયાઓએ તપાસ સંસ્થાની કાર્યવાહીથી બચવા માટે દાણચોરીના નવા રસ્તા શોધી કાઢ્યા છે. આ જાણકારી ડ્રગ્સ એન્ડ ક્રાઇમ અંગેના સંયુક્ત રાષ્ટ્ર કચેરી (યુએનઓડીસી)ના શુક્રવારે જારી અભ્યાસમાં આપવામાં આવી છે.

રિપોર્ટના પ્રમુખ જેરમી ડગ્લાસે કહ્યું છે કે કોરોના બાદ બદલાયેલી સ્થિતિમાં દાણચોરોએ પણ હવે નવા નવા રસ્તા અપનાવ્યા છે. દાયકાઓથી મોટા ભાગે મેથનું ઉત્પાદન ગોલ્ડન ટ્રાયન્ગલના વન્ય વિસ્તારોમાં થયું છે. આ એવા વિસ્તારો છે, જ્યાં થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારની સરહદો જોડાયેલી છે. અહીંના અપરાધી જૂથો ઝડપથી પશ્ચિમી દરિયાઇ માર્ગો તરફ જઇ રહ્યા છે. આ જૂથો હવે મધ્ય મ્યાનમારના બદલે સપ્લાયને આંદામાન દરિયાઇ વિસ્તારોમાં સક્રિય થયા છે.

મ્યાનમારથી મેથ અને અન્ય સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો પહેલાં જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના માર્ગે મોકલવામાં આવતો હતો. હવે આના માટે નવા રસ્તાનો ઉપયોગ કરાઇ રહ્યો છે. મ્યાનમારથી દક્ષિણ એશિયામાં બાગ્લાદેશ અને પૂર્વોતર ભારતમાં મોટા પાયે મેથનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. મ્યાનમારના શાન રાજ્ય સિન્થેટિક ડ્રગ ઉત્પાદનના કેન્દ્ર બનવા તરફ છે.

સાથે જ અફીણ ઉત્પાદન માટેના મોટા કેન્દ્ર તરીકે છે. કમ્બોડિયામાં તો અફીણ સાથે જોડાયેલા લોકો, સંગઠિત માફિયાને સંરક્ષણ મળે છે. કમ્બોડિયા ડ્રગ્સ તો બનાવે છે ત્યાં ઉત્પાદન, સ્ટોરેજની સાથે પ્રયોગશાળાઓમાં નવા ડ્રગ્સ વિકસિત કરવા પર કામ જારી છે. સિન્થેટિક દવાઓ પર યુએનઓડીસીના ક્ષેત્રીય અધિકારી ઇન્શિક સિમે કહ્યું છે કે ક્ષેત્રમાં કેટામાઇનની સ્થિતિ કેટલીક રીતે 20210ના મધ્યમાં મેથામફેટામાઇન બજારના વિસ્તરણવાળા સ્તર પર પહોંચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *