28 વર્ષમાં 33% કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ

દેશનાં 11 રાજ્યોમાં ફેલાયેલા 6907.18 કિલોમીટરના સમુદ્રીકિનારામાં અડધાથી વધુ હિસ્સો ડૂબવાનું જોખમ છે. 28 વર્ષમાં 2300 કિલોમીટરથી વધુ સમુદ્રકિનારાના વિસ્તાર દરિયામાં ગરકાવ થઇ ચૂક્યા છે. જેને કારણે મોટા પાયે વસતીને ત્યાંથી સ્થળાંતર થવું પડ્યું છે. હજુ પણ 1855 કિલોમીટર કિનારાના વિસ્તારો એટલે કે 26% પર ખતરો મંડરાઇ રહ્યો છે, કારણ કે સમુદ્રની સપાટીમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.

બાકીનો 2733.86 કિલોમીટર સમુદ્રકિનારો સેફ ઝોનમાં છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સેન્ટર (INCOIS)ના આંકડા અનુસાર 1990થી 2018 સુધી સમુદ્રના સ્તરમાં વધારો થયો છે. તેને કારણે અત્યારના કિનારાના વિસ્તારમાં મોટા પાયે ફેરફાર થઇ રહ્યો છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયથી જોડાયેલા એક અધિકારી અનુસાર કિનારાના વિસ્તાર ઝડપી રીતે આગળ વધી રહ્યા છે. તેનો અર્થ છે કે સમુદ્ર નજીક આવેલી જમીન ગરકાવ થઇ રહી છે. જોકે અધિકારીઓ અનુસાર સમુદ્ર તટમાં ફેરફારને કારણે પ્રલય કે શહેરો ડૂબી જવાનો ખતરો બિલકુલ નથી, પરંતુ તટીય રેખાની આસપાસ રહેતા લોકોને વિસ્થાપિત થવું પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *