IPL-2024માં મુંબઈની ત્રીજી જીત

મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેમની ત્રીજી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 33મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 9 રનથી હરાવ્યું હતું.

મુલ્લાનપુરમાં ગુરુવારે પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૂર્યકુમાર યાદવે 53 બોલમાં 78 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 36 રન અને તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે 3 જ્યારે કેપ્ટન સેમ કરને 2 વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાને એક વિકેટ મળી હતી. PBKS તરફથી આશુતોષ શર્માએ 28 બોલમાં 61 રન બનાવ્યા હતા જ્યારે શશાંક સિંહે 25 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોત્ઝીએ 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, આકાશ મધવાલ અને શ્રેયસ ગોપાલને એક-એક વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *