ખેતરોની વચ્ચે ઉછરેલા લોકોને પેટની બીમારી!

વિજ્ઞાનીઓ લાંબા સમયથી જાણે છે કે થોડી માટી આપણા માટે સારી હોય શકે છે. અત્યાર સુધીમાં સંશોધનથી જાણવા મળ્યું છે કે જે લોકો ખેતરોમાં ઉછરેલા છે, તેમનામાં પેટની બીમારી, અસ્થમા અને એલર્જી થવાનું જોખમ ન બરાબર હોય છે, કેમ કે તે અલગ-અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓના સંપર્કમાં આવે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

1970ના દાયકામાં વિજ્ઞાનીઓએ માટીમાં જોવા મળતા જીવાણુ માઈક્રોબેક્ટેરિયમ વેકે વિશે જાણ્યું. તે માનવ મસ્તિષ્કમાં સોજાને રોકે છે. તણાવ ઘટાડે છે અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીમાં શરીર વિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ્ટોફર એ. લોરી કહે છે કે ઘર-શહેરથી દૂર બહાર નીકળવા અને થોડી ધૂળ-માટીના સંપર્કમાં રહો.

આ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ વયસ્કો માટે પણ ફાયદાકારક છે. ડો. લોરીએ કહ્યું કે ઘણાં સંશોધનમાં સાબિત થયું છે કે માટીમાં રહેનારા સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવવાથી શારીરિક અને માનસિક લાભ થાય છે.

નિષ્ણાતોની સલાહ: ધૂળ-માટી તમારા મૂડને લઈને માઇક્રોબોયોમ સુધી દરેક વસ્તુને ફાયદો પહોંચાડે છે. એસોસિયેશન ઓફ નેચર એન્ડ ફોરેસ્ટ થેરપી ગાઇડ્સ એન્ડ પ્રોગ્રામ્સના ફાઉન્ડર એમોસ ક્લિફોર્ડે કહ્યું કે માટીને જોવાથી, તેની સુગંધ લેવામાં થોડો સમય વિતાવો. તેને મુઠ્ઠીમાં લો અને આંગળીઓથી ચાળી લો, પછી તમારા હાથોને તમારા ચહેરા પર ઘસો, જેમ મસાજ કરતા હોય. ભીની જમીન, કાદવમાં ઉઘાડા પગે ચાલો. તેનાથી આંખો અને માથાને ઠંડક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *