છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઘણા ખાડી દેશોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. UAEમાં વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દુબઈમાં પૂર જેવી સ્થિતિને જોતાં ત્યાં રહેલા ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
આ તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે આવેલા પૂરમાં અત્યારસુધીમાં 135 લોકોનાં મોત થયાં છે, જેમાં અફઘાનિસ્તાનમાં 70 અને પાકિસ્તાનમાં 65 લોકોનાં મોત થયાં છે. ઓમાનમાં પણ પૂરને કારણે 20 લોકોનાં મોત થયાં છે.
આ પહેલાં બુધવારે દુબઈમાં ખરાબ હવામાનને કારણે ભારત આવનારી 28 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઈમર્જન્સી લાગુ કરવી પડી હતી.