પાકિસ્તાનમાં શીખ યુવકની પાઘડી ઉતારીને નિર્વસ્ત્ર કરીને માર મરાયો

પાકિસ્તાનમાં બૈશાખીના તહેવારની ઉજવણી કરતી વખતે એક શીખ વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)એ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

બીજેપી નેતા મનજિન્દર સિરસાએ આ વીડિયો સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કર્યો છે અને ભારત સરકાર પાસે કાર્યવાહીની માગ કરી છે.

વીડિયો પોસ્ટ કરતી વખતે સિરસાએ લખ્યું- ‘પાકિસ્તાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શીખ પુરુષને નિર્વસ્ત્ર કરીને તેને માર મારવામાં આવી રહ્યો હતો અને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પગ બાંધેલા હતા. પાઘડી ઉતારી નાખી હતી. ત્યાર બાદ તેને લાકડીઓ વડે માર માર્યો હતો. વીડિયોમાં તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)નો લોગો જોવા મળે છે. મને કહેવામાં આવ્યું કે TLP કટ્ટરપંથીઓએ એક નિર્દોષ શીખને માર માર્યો, કારણ કે તે બૈશાખીની ઉજવણી કરી રહ્યો હતો.

SGPC સચિવ પ્રતાપ સિંહે કહ્યું હતું કે આ એક નિંદનીય ઘટના છે. વીડિયોના આધારે SGPC પાકિસ્તાન સરકારને પત્ર લખશે. પાકિસ્તાનમાં શીખો અને લઘુમતીઓ સાથે અમાનવીય વ્યવહાર યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *