વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી ત્રણ દિવસ મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલુ ઘટે એવી સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જેમાં હવે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ 48 કલાક બાદ શહેરીજનોને ગરમીથી રાહત મળશે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે આગામી 48 કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. આગામી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે, જેની અસરને કારમએ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 48 કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ બાદ એટલે કે 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનીની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *