સેન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીનું ભાષણ

રાહુલ ગાંધી 6 દિવસના યુએસ પ્રવાસ પર છે. અહીં તેઓ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભારતમાં કેટલાક લોકો માને છે કે તેઓ બધું જ જાણે છે. તેઓ ભગવાનને પણ શીખવી શકે છે અને અમારા વડાપ્રધાન મોદી તેમાંથી એક છે. ભારત જોડો યાત્રા દરમિયાન હું થાકતો ન હતો કારણ કે મારી સાથે આખું ભારત હતું. સરકારે મારા પ્રવાસને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પોલીસ બળનો ઉપયોગ કર્યો. તેમ છતાં યાત્રાની અસર વધી.

આ પહેલા મંગળવારે રાત્રે તેઓ અમેરિકા પહોંચી ગયા હતા. સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને અન્ય IOC સભ્યોએ રાહુલનું સ્વાગત કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે રાહુલને ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી. આ દરમિયાન જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તમે કતારમાં કેમ ઉભા છો તો તેમણે કહ્યું, ‘હું એક સામાન્ય માણસ છું, હું હવે સાંસદ નથી રહ્યો’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *