સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત

સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા દિવસો પહેલાં હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.

મૂળ નાગપુર અને સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સી ખાતે 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેકર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, સાસુ, સસરા અને દિયર છે. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામે પ્રેમલગ્ન કર્યાં હતાં. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

ગતરોજ રાત્રે સાડા આઠ આસપાસ પતિ સહિતનો પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સૂકવેલી ચાદર લેવા માટે ગઈ હતી. દરમિયાન રહસ્યમય રીતે નીચે પટકાઈ હતી. નીચેથી બૂમાબૂમ થતા પતિ સહિતનો પરિવાર નીચે પહોંચ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે કાજલને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *