કેટલીક બેન્કોએ વાસ્તવિક NPA સ્થિતિ છુપાવી : દાસ

આરબીઆઈએ કેટલીક બેંકોની કાર્યપ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેટલીક બેંકોએ એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે કેટલીક બેંકોના ગવર્નન્સમાં પણ ભૂલો જોવા મળી છે. દાસે કહ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન છતાં કેટલીક બેંકોના કોર્પોરેટ ગવર્નન્સમાં ભૂલો જોવા મળી છે. જેના કારણે બેંકિંગ સેક્ટરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

આ ચિંતાજનક સ્થિતિ છે. જોકે તેમણે એવી બેંકોના નામ લીધા ન હતા કે જેણે એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં વહીવટી સ્તરે ક્ષતિઓ જોવા મળી હતી. વ્યાજદરમાં જે રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં બેન્કો લોન આપવામાં સરળ નીતિ અપનાવી રહી છે જેના કારણે તમામ સેગમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી લોનની માગમાં ઝડપી વધારો થયો છે. લોનની માગ વધવા સામે બેન્કોએ રિકવરી પર પણ ભાર આપવાની જરૂર છે. બેંકો જોખમને અવગણે છે: દાસે કહ્યું આપણે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય ત્યારે ઘણીવાર જોખમને અવગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *