રાજકોટના પેડક રોડ પાસે રહેતા મધુબેન સુભાષભાઈ સાવલિયા નામના મહિલા તેમના પતિ સાથે સ્કૂટર પર પેડક રોડ પરથી જતાં હતા. ત્યારે બાઇક પર આવેલા કોઈ અજાણ્યા શખસ બાઇક તેમની નજીક ચલાવી તેમણે પહેરેલા રૂપિયા 46 હજારના સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી. જે મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન LCB ઝોન 1 ટીમને મળેલ બાતમીના આધારે ગણતરીની કલાકોમાં કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેને ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી. એટલું જ નહિ તેની પાસે રહેલ બાઈક પણ 15 દિવસ પહેલાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ગણતરીની કલાકમાં સગીર આરોપીને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી સોનાનો ચેન તેમજ મોટરસાયકલ મળી કુલ 96,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.