રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 9.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયા બાદ અમરેલીમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 15.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હળવા ધુમ્મસની અસર જોવા મળી શકે છે, જે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે.