રાજકોટ ડિવિઝનની 81% એસટી બસો હાઉસફૂલ

એસટી બસોમાં દિવાળી દેખાઈ રહી છે. રાજકોટ એસટી વિભાગ હેઠળ આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉપડતી 520 જેટલી બસોમંથી 240 એક્સપ્રેસ બસોમાં ઓનલાઇન રિઝર્વેશન 81 ટકા થઈ ગયુ છે. એડવાન્સ બુકિંગમાં મોટાભાગે બસો હાઉસફૂલ થઈ જતા મુસાફરોને ખાનગી બસોનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે, એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 100 જેટલી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વધારાની બસોમાં ભાડું સવાગણું વસૂલવામાં આવે છે. હાલ રાજકોટથી અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, ભાવનગર, ભુજ સહિતની બસોમાં મુસાફરોની ભીડ વધુ જોવા મળી રહી છે. દિવાળીમાં રાજકોટ એસટી ડિવિઝનની દૈનિક આવક પણ રૂ.55 લાખથી વધી રૂ.65 લાખ સુધી પહોંચી ગઈ છે.

​​​​​ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, દિવાળીના અનુલક્ષીને એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરી દેવામાં આવેલું છે. રાજકોટ વિભાગમાંથી જ 67 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ થઈ ગયું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ગોંડલથી અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં જવા માટે એક્સ્ટ્રા બસો દોડી રહી છે. મુસાફરોનો ધસારો વધુ છે ત્યાં એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ બસોમાં ઓનલાઈન બુકિંગ 80 થી 90 ટકા જેટલું થઈ ગયું છે. જે મોટાભાગે હાઉસફૂલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *