8000થી વધુ X એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે ખોટા સમાચાર ફેલાવતા 8000 X એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમાં આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનોના એકાઉન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

Xએ તેના ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ દ્વારા આ દાવો કર્યો છે. પ્લેટફોર્મે કહ્યું કે અમે આ સાથે સહમત નથી, આ પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ ફક્ત ભારતમાં જ નહીં દેખાય.

ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સે તેના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે ભારત સરકારે એવા એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા છે જે નકલી સમાચાર, પાકિસ્તાન માટે પ્રચાર અને ભારત વિરોધી કન્ટેન્ટ (ટેક્સ્ટ, ફોટા અને વીડિયો) ફેલાવી રહ્યા છે.

સરકારનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક એકાઉન્ટ્સ પર ભારતમાં અસ્થિરતા અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *