80 ફૂટ રોડ પર મટુકી ચોક પાસે દંપતી પર હુમલો કરી મહિલાની છેડતી

રાજકોટના વાવડી ખાતે ટાઉનશિપમાં રહેતી યુવતી પતિ અને પુત્ર સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યારે મોટરસાઇકલ નં. જીજે-03-એનએચ-2083માં ધસી આવેલા બે શખ્સે તેમને આંતરી ‘તમે એકબીજાને અડીને કેમ બેઠા છો’ તેમ કહેતા ફરિયાદીના પતિએ કહેલું કે, અમે પતિ-પત્ની છીએ અને અમે અમને મજા આવે એમ બેસીએ તમારે એનાથી શું મતલબ?

તેમ કહેતા આરોપીઓમાંથી પાછળ બેઠેલા શખ્સે મોટરસાઇકલમાંથી ઉતરી ફરિયાદીના પતિનો કાઠલો પકડી ‘તારે શું પાવર છે, તું મને ઓખળતો નથી આજ તો પૂરું કરી નાખીશ’ તેમ કહી ફરિયાદીના પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.

આથી ફરિયાદી છોડાવવા માટે વચ્ચે પડતા તેમની પણ છેડતી કરી આરોપીઓ ધક્કો મારી નાસી છૂટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *