75% હાજરી નહીં હોય તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને પરીક્ષામાં નહીં બેસવા દેવાય

CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે જે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી સાથે સંબંધિત છે. બોર્ડે કહ્યું છે કે, 2025ની બોર્ડ પરીક્ષામાં હાજર રહેવા માટે વિદ્યાર્થીની વર્ગમાં 75% હાજરી ફરજિયાત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ઔપચારિક રીતે સંલગ્ન શાળાઓના આચાર્યો અને વડાઓને જાણ કરી છે કે, 75 ટકા હાજરીની જરૂરિયાતને કારક રીતે લાગુ કરવામાં આવે.

સીબીએસઈએ કેટલીક વિશેષ પરિસ્થિતિઓ જેવી કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાઓમાં ભાગ લેવા અથવા અન્ય કોઈપણ કારણોસર 25%ની છૂટછાટ આપવાનું પણ જણાવ્યું છે. વિદ્યાર્થી જે કોઈપણ કારણોસર રજા લેતો હોય, તેની રજાનો રેકોર્ડ શાળા પાસે લેખિતમાં હોવો જોઈએ. જો આવું ન થાય તો, બોર્ડ ધ્યાનમાં લેશે કે વિદ્યાર્થી નિયમિતપણે શાળાએ જતો નથી અને તેથી તે પરીક્ષામાં બેસવા માટે લાયક નથી. 75% કરતા ઓછી હાજરી હશે તો પછી વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહીં. સીબીએસઈએ શાળાઓને ચેતવણી આપી છે કે જો અચાનક ચેકિંગ દરમિયાન જાણવા મળશે કે કેટલાક વિદ્યાર્થીઓ કોઈપણ સૂચના અથવા રજા વિના ગેરહાજર રહે છે. તો એવું માનવામાં આવશે કે તેઓ નિયમિતપણે શાળાએ આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *