રાજકોટથી નાથદ્વારા સ્લીપર કોચમાં બે મહિનામાં 7294 લોકોએ મુસાફરી કરી

રાજ્યના પરિવહન વિભાગના અલગ અલગ ડિવિઝનોમાંથી અનેક આંતરરાજ્ય બસ દોડાવાઇ રહી છે. આવી જ આંતરરાજ્ય બસ રાજકોટ ડિવિઝન દોડાવી રહી છે. રાજકોટથી ધાર્મિક સ્થળ નાથદ્વારા જવા માટે રોજ નોન એસી સ્લીપર અને સીટિંગની બસ ઉપડે છે. રોજ સાંજે ઉપડતી બસ સાડા અગિયાર કલાકમાં નાથદ્વારા પહોંચાડે છે. નોન એસી સ્લીપરનું ભાડું રૂ.545 અને નોન એસી સીટિંગનું ભાડું રૂ.465 હોય લોકો નાથદ્વારા જવા માટે એસ.ટી.ની બસનો વધુ ઉપયોગ કરે છે. જેને કારણે ગત બે મહિના એટલે કે મે અને જૂન મહિનામાં આ બસમાં કુલ 7294 લોકોએ મુસાફરી કરી છે. રાતની મુસાફરી હોવાથી વધુ પડતાં લોકો સ્લીપરનો ઉપયોગ કરે છે. રાજકોટથી નાથદ્વારા જવા માટે એક માત્ર ટ્રેન હોય અને તે પણ અઠવાડિયામાં એક જ વખત જતી હોય લોકો નાથદ્વારા જવા માટે બસમાં મુસાફરી કરતા હોવાનું વોલ્વો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું છે.

રાજકોટ બસ પોર્ટથી ચાર આંતરરાજ્ય બસ દોડાવવામાં આવે છે. જેમાં કેન્દ્રશાસિત દીવ (225 કિ.મી), નાસિક (658 કિ.મી.), નાથદ્વારા (525 કિ.મી) અને સુંઘામાતા (540 કિ.મી)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *