રાજકોટમાં શુક્રવારથી કોંગ્રેસનું 72 કલાકનું ઉપવાસ આંદોલન

રાજકોટના અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે ત્યારે મૃતકના પરિવારજનોને ન્યાય અને દોષિતોને સજા મળે તેવી માંગ સાથે આગામી શુક્રવારથી શહેર કોંગ્રેસ 72 કલાકના ઉપવાસ કરશે, સમગ્ર ઘટનાને લઇ કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં થયેલી દુર્ઘટના એ માનવસર્જિત છે. આગામી તા.7થી 9 સુધી રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ફક્ત પાણી પીને ઉપવાસ આંદોલન કરી ન્યાયની માંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *