ઉપલેટામાં રસ્તે રઝળતા 700 પશુને પાલિકાની એનિમલ હોસ્ટેલમાં ખસેડાયા

ત્રણ વર્ષ થયા રસ્તે રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવાનું શ્રેય એનિમલ હોસ્ટેલને જાય છે. ત્યારે ફરી શહેરમાં રખડતા પશુનો ત્રાસ વધતા છેલ્લા આઠ દિવસ થયા એનિમલ હોસ્ટેલ દ્વારા રાત્રી સમય દરમિયાન વિવિધ વિસ્તારમાંથી રખડતી ગાયોને પકડી એનિમલ હોસ્ટેલમાં મુકવામાં આવે છે.ઉપલેટા શહેરમાં ત્રણ વર્ષ અગાઉ એક હજાર કરતા વધુ રસ્તે રખડતા પશુઓના ત્રાસ બેફામ હતો. આ પશુઓના ત્રાસથી અનેક લોકોના મોત તેમજ ઈજાઓ થયેલ પણ નિભાવ ખર્ચને અભાવે આ પ્રશ્ન સમગ્ર શહેરમાં વિકરાળ બની ઉઠયો હતો. ત્યારે સર્વ પ્રથમ આ પ્રશ્નને વડચોક ગૌશાળા દ્વારા નિભાવ ખર્ચની તૈયારી બતાવતા નગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં ગાયોના નિભાવ થતાં ૭૦૦ જેટલી ગાયોને રસ્તે રઝળતી જડપી લઇ એનિમલ હોસ્ટેલમાં મુકવામાં આવી હતી અને લોકોને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરવામાં આવ્યા હતાં. પણ છેલ્લ ઘણા સમય થયા પશુઓનો ત્રાસ વધતા આખરે એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લ આઠ દિવસથી રખડતી ગાયોને પકડી એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવી રહી છે અને લોકોને ત્રાસમાંથી મુકત કરવામાં આવી રહ્યા છે.આ અંગે એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડિયાએ જણાવેલ કે શહેરમાં વિવિધ જગ્યાએ પશુઓ ફરી રોડ ઉપર દેખાતા હોસ્ટેલના સેવાભાવી અને અનુભવી યુવાનો દ્વારા આવા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ એક માસ સુધી ચાલુ રહેશે. ત્યારે આવા રખડતા અને મુંગા પશુઓના નિભાવ ખર્ચ માટે એનિમલ હોસ્ટેલને ઉદાર હાથે ફાળો આપવા પણ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *