700 કરોડની જમીન 103 કરોડમાં આપવાનો કારસો

રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના બંગલેથી કરોડો રૂપિયાના વોટર વર્કસના કામોની ફાઈલોના થપ્પા મળ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરમાં જ જયભીમનગર પીપીપી સ્કીમના ટેન્ડર ખોલીને સત્તામંડળ પાસે મૂકવા નિર્ણય લેવાયો છે.

ટેન્ડર 3 જ એજન્સી ભરશે જેમાં હાઈએસ્ટ બિડ જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે તેમજ 700 કરોડ રૂપિયાની જગ્યા પ્રીમિયમ, ટેક્સ અને આવાસ સહિતનો ખર્ચ ગણીએ તો પણ 180 કરોડ રૂપિયાથી વધુ બોલી નહિ લાગે. આ પર્દાફાશ બાદ જ અલ્પના મિત્રાએ રાજીનામું ધરી દીધું હતું. બિશપ હાઉસ પીપીપી યોજના કે જે કૌભાંડની સૌથી મોટી સાબિતી છે તેમાં જેને કરોડોની જમીન આપી દેવાઈ તે જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી અલ્પના મિત્રાની માનીતી એજન્સી છે. આ જ એજન્સી પાસે મણિયાર આવાસનો પણ કોન્ટ્રાક્ટ ગયો હતો.

શહેરના કાલાવડ રોડ પર જયભીમનગર આવાસ યોજનામાં પણ પીપીપી હેઠળ જૂની એજન્સીને રદ કરીને ફરી ટેન્ડર કરાયા હતા. જેમાં નવી શરત ઉમેરાઈ હતી કે, સરકારી બિલ્ડિંગ બનાવતી AAA સર્ટિફાઈડ એજન્સી જ ટેન્ડર ભરી શકશે. પીપીપી યોજના બિલ્ડરો માટે છે જેથી કિંમતી જમીન માટે સ્પર્ધા થાય લોકોને આવાસ મળે અને સરકારને આવક થાય. પણ, અલ્પના મિત્રાએ આ સર્ટિફિકેટની શરત નાખી રાજકોટ શહેરના તમામ બિલ્ડરને સ્પર્ધામાંથી બહાર કાઢી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *