70 યુનિ.ના 700 ખેલાડી સૌરાષ્ટ્રમાં હેન્ડબોલ રમશે

જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીના મેદાનમાં વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની ટૂર્નામેન્ટ યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતની 70 યુનિવર્સિટીના 700 જેટલા ખેલાડી ભાગ લેવા માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવશે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટૂર્નામેન્ટનું યજમાન બનવાનો મોકો મળવા જઈ રહ્યો છે.

યુનિવર્સિટી પાસે હેન્ડબોલના ખૂબ જ સારા ખેલાડીઓ છે, પરંતુ આ વખતે જ્યારે ઇન્ટર યુનિવર્સિટીની હેન્ડબોલની ટૂર્નામેન્ટ ઘરઆંગણે એટલે કે, યુનિવર્સિટીના મેદાનમાં જ યોજાઈ રહી છે ત્યારે તેનો સ્થાનિક કક્ષાના ખેલાડીઓને ખૂબ જ મોટો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *