જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ

નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે, જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ દરમિયાન વજીમા શહેરમાંથી સુનામીના પ્રથમ સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અહીં લગભગ 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. જાપાનના સમય મુજબ સાંજે 4.21 કલાકે આ ઊંચા મોજા જોવા મળ્યા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. કેટલીક જગ્યાએ એક મીટરથી ઓછી ઊંચાઈના મોજા જોવા મળ્યા હતા.

અધિકારીઓ અનુસાર 5 મીટર (16 ફૂટ) ઊંચા મોજા આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

વજીમા શહેરમાં એક ઈમારત પડી જવાના સમાચાર પણ છે. તેના કાટમાળ નીચે છ લોકો દટાયા છે. આ શહેરના 35 હજાર ઘરોમાં વીજળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *