રાજકોટ શહેરના કૃષ્ણનગર મેઇન રોડ ઉપર સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગોકુલધામ શેરી નંબર બે માં રહેતી સાત માસની રાધિકા રામ ભવન પ્રસાદને છેલ્લા બે ત્રણ દિવસથી ઝાડા ઉલટી થતા હતા, જેથી તેને લોકલ ક્લિનિકમાંથી દવા લીધી હતી, જેથી સારું થઈ ગયું હતું. પરંતુ આજે સવારે 10:00 વાગ્યા આસપાસ બાળકને ઝાડા ઉલટી થયા હતા. જે બાદ 11 વાગ્યે માતાએ ધાવણ આપ્યા બાદ બાળકીની તબિયત વધુ બગડી હતી, જેથી તેને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ બાળકીનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું.