ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શક્યતા ન હોય તેવા ઉમેદવાોરના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા-પંચાયત માટે ચોથી યાદીમાં 724 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર-વડોદરાના 18-18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા છે. ક્રિકેટ રવીન્દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટના વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર 14માંથી ટિકિટ આપવામાં આવી છે. કોર્પોરેશન વાઈઝ જે નામો જાહેર કરાયા છે તેની યાદી નીચે મુજબ છે.