7 દિવસ સુધી શુષ્ક વાતાવરણની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

તાપમાનમાં 7 દિવસ કોઈ મોટો ફેરફાર નહિ થાય આ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, પરંતુ તેની ગુજરાતના હવામાન પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 7 દિવસની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 નોટની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *