પુનિતનગરના 40 મકાન ઉપર 66 કે.વી. વીજલાઈનનું જોખમ

પુનિતનગર કર્મચારી સોસાયટીમાં સ્થાનિક રહેવાસીઓના ઘર ઉપર 66 કે.વી. વીજલાઈન પસાર થતી હોવાને કારણે લોકોના જીવનું જોખમ છે અને આ લાઈન હટાવવા સ્થાનિકોએ પીજીવીસીએલના અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે, પુનિતનગર કર્મચારી સોસાયટીમાં લગભગ 30થી 40 જેટલા મકાનની ઉપરથી 66 કે.વી. વીજલાઈન પસાર થાય છે. આ વીજલાઈનને કારણે 1 બાળક અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આવી ગંભીર બાબત હોવા છતાં પી.જી.વી.સી.એલ. અત્યાર સુધી કોઈ એક્શન લીધા નથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો નથી. તો શું પીજીવીસીએલ હજુ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા આગના બનાવ બને તેની રાહ જોઈ રહી છે?

હાલમાં પુનિતનગરમાં રહેલા આ વીજવાયરથી પીડિત પરિવારોની વેદના એ છે કે, તેઓ પોતાનું ઘર હોવા છતાં બીકના હિસાબે ઘરની અગાશી ઉપર જઈ શકતા નથી. આ ઉપરાંત વરસાદમાં શોર્ટ સર્કિટની બીક અને ગરમીમાં વીજવાયર નીચો આવતો રહે છે તો નીચું વળીને ચાલવું પડે છે. રોજ જીવના જોખમે અવરજવર કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનુ જવાબદાર કોણ? અમારી માંગ એટલી જ છે કે વીજવાયર ઊંચો લઈ લેવામાં આવે અથવા તો તેને કાઢી નાખવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *