શહેરમાં એક વિસ્તારમાં રહેતા પરિવારના ચાર વર્ષના બાળકને રમાડવાના બહાને બોલાવી 65 વર્ષના વૃદ્ધે ખોળામાં બેસાડી ચડ્ડી ઉતારી બીભત્સ અડપલાં કર્યા હોવાનું બહાર આવતા ભક્તિનગર પોલીસે વૃદ્ધ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતાં બાળકના પિતાએ તેના એપાર્ટમેન્ટમાં રહેતા દેવેન્દ્ર નામના 65 વર્ષના વૃદ્ધ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 12 વર્ષથી એપાર્ટમેન્ટમાં રહીએ છીએ જેથી અમારા પાડોશમાં રહેતા દેવેન્દ્ર અને અન્ય પાડોશીઓ સાથે સંબંધ હોય જેથી તેના ઘેર અમારો ચાર વર્ષનો પુત્ર રમવા જતો હોય. તા.18ના રોજ તે કામ પર હોય તેની પત્નીનો ફોન આવ્યો હતો અને જલ્દી ઘેર આવો. જેથી તેને શું કામ છે ? તેમ પૂછ્યું હતું જેથી તેને આપણો પુત્ર પાડોશીની પુત્રી સાથે પાડોશી દેવેન્દ્રના ઘેર ગયો હતો ત્યાં આપણા પુત્રને તેને ખોળામાં બેસાડી ચડ્ડીઉતારી બીભત્સ હરકત કરી હોવાનું આપણો પુત્ર કહે છે.
દરમિયાન તે ઘેર ગયા હતા અને પાડોશી દેવેન્દ્રના ઘેર જઇ દરવાજો ખખડાવ્યો હતો એ સાથે જ તેને કહ્યું કે, મેં કઇ કર્યું નથી જેથી તે યુવક વૃદ્ધના પુત્ર અને તેની પત્નીને બોલાવી મારા ઘેર લઇ ગયો હતો અને તેની પત્નીએ પુત્રને પૂછ્યું કે આજે દીદીના ઘેર ગયો હતો ત્યાં શું થયું હતું જેથી બાળકે કહ્યું કે, દાદાએ ખોળામાં બેસાડી બીભત્સ હરકત કરી હોવાનું જણાવ્યું હતું.