રાજકોટમાં દિવ્યાંગ સહિત 60 મહિલાઓએ સ્વિમિંગ પૂલમાં 15 આસન કર્યા

21 જૂન આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે કોઈપણ તહેવાર હોય કે કોઈપણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવું એ રંગીલા રાજકોટની આગવી ઓળખ રહી છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ સતત સાતમાં વર્ષે એકવા યોગનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પૂલ ખાતે 60 બહેનોએ પાણીમાં યોગ કર્યા હતા. 8 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષના વૃદ્ધાએ એક્વા યોગમાં ભાગ લીધો હતો. એટલું જ નહિ દિવ્યાંગ મહિલા પણ જોડાઈ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

જમીન પર યોગ કરતા લોકોને તો આપણે જોતા જ હોઇએ છીએ, પરંતુ પાણીમાં યોગ કરતા ઓછા લોકો જોવા મળે છે. પાણીમાં થતા યોગને એક્વા યોગ કહેવામાં આવે છે. વિશ્વ યોગ દિવસને લઈને આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવું કરવાની ઓળખ ધરાવતા રાજકોટ શહેરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 60 જેટલી મહિલાઓએ સાધુવાસવાણી રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પૂલમાં પાણીની અંદર એકવા યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે એકવા યોગાનું આયોજન સતત સાતમા વર્ષે કરવામાં આવ્યું હતું. રાજકોટ મનપા દ્વારા આયોજિત એકવા યોગમા 8 વર્ષથી લઇને 67 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો. પાણીમાં યોગ કરવાથી આરોગ્ય સારું અને મન પ્રફુલ્લિત રહે.

આજના સમયમાં ખાસ કરી પગના, ગોઠણના, સાંધાના તેમજ કમરના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ સંખ્યા વધુ હોય છે. જેથી તેઓ જમીન ઉપર યોગ કરી શકતા નથી, પરંતુ આ દર્દીઓ પાણીમાં સરળતાથી યોગા કરી શકે છે, જેથી તેમના માટે મનપા દ્વારા ખાસ એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *