અમદાવાદ શહેરમાં આજે(3 જૂન) એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એક મહિલા અને 7 પુરુષ સહિત નવા 8 દર્દી સામે આવ્યાં છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ છે. તેઓ હાલ હોમ આઇસોલેટ છે. જિલ્લા પોલીસવડાની તબિયત હાલ સ્વસ્થ છે.
સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કારણે કુલ 2 મહિલાનાં મોત થયાં છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 મોત થયાં છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. કુલ 330 કેસ નોંધાયા છે, જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે. 88 જેટલા લોકો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે. બોપલ – ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર સેટેલાઈટ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, વાસણા,પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, આશ્રમ રોડ રાણીપ, નવાવાડજ, ન્યૂ રાણીપ, જગતપુર, કેશવનગર વાડજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં 190થી વધુ કેસો નોંધાયા છે.