ટેક્સી પાસિંગ વગર સ્કૂલવાન ચલાવતા 6 ચાલકને દંડ કરાયો

શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેવા-મૂકવા જતી સ્કૂલવાનોના ચાલકોને અગાઉ આરટીઓ તંત્ર દ્વારા નિયમોને આધીન પરિવહન કરવાનું જણાવવા છતાં હજુ મોટા ભાગની સ્કૂલવાનો નિયમોનો સરેઆમ ભંગ કરી બાળકોની જિંદગીને જોખમમાં મૂકી રહી છે. ત્યારે શહેરમાં સ્કૂલવાન માટેના નિયમોનો ઉલાળિયો કરતાં ચાલકો સામે કડક કાર્યવાહી કરવા આરટીઓ તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરટીઓ તંત્ર દ્વારા ગુરુવારે ચેકિંગ દરમિયાન છ સ્કૂલવાન કોઇ પરમિટ કે ટેક્સી પાસિંગ કરાવ્યા વગર મળી આવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.

નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગેમ ઝોનમાં ગંભીર ઘટના બની હતી. જે ઘટના બાદ તમામ સરકારી તંત્રે નિયમોનું કડકપણે પાલન કરાવવા મેદાનમાં ઉતર્યું છે. જેમાં આરટીઓ તંત્રનો સમાવેશ થાય છે. આરટીઓ તંત્ર દ્વારા શાળાકીય સત્ર ચાલુ થયા પૂર્વે જ બાળકોના પરિવહન કરતા સ્કૂલવાહનના ચાલકોને નિયમોને આધીન વાહનો ચલાવવા સૂચના આપી હતી. તેમ છતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાથી આરટીઓ તંત્રે સમયાંતરે ચેકિંગ ઝુંબેશ ચાલુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *