રાજકોટ શહેર SOG પોલીસે પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વાર ઇ-સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નીંગ વગરની સિગારેટ પ્રોડક્ટનું વેંચાણ થતું હોઇ તો તે શોધી કાઢવા સૂચના મળી હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમી પરથી મુકેશ ભારાણીને પકડી લેવાયો હતો. તેની પાસેથી વિદેશી સિગારેટ 51 હજારની અને ઇ-સિગારેટ (વેપ) રૂ.12 હજારની મળી કુલ 53 હજારની ગેરકાયદેસર સિગારેટનો જથ્થો મળતાં કબ્જે કરી તેની સામે ગાંધીગ્રામ પોલીસમાં સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ શખ્સ કેન્સરના નિશાન વગરની ગેરકાયદેસર વિદેશી સિગારેટો અને વેપ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.