ધો. 9થી 12ના રાજ્યના 5097 વિદ્યાર્થીને વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ મળશે

રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપઆઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ (NMMS)નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જ આ પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પરીક્ષાના આવેદનપત્રો તારીખ 1થી 11 જાન્યુઆરી દરમિયાન www.sebexam.org વેબસાઈટ પર ભરવાનું રહેશે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 1થી 13 જાન્યુઆરી સુધીનો રખાયો છે. NMMSની પરીક્ષા તારીખ 16 ફેબ્રુઆરીએ લેવાનું જાહેર કરાયું છે.

ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર–કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામાં આવે છે. આ સ્કોલરશિપ પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થીને ધો.9થી 12 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા મળે છે ચાર વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 48000 સરકાર દ્વારા આપવામાં આવે છે. NMMS પરીક્ષા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી લેવાય છે. રાજ્યનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીનો છે એટલે કે મેરિટના આધારે 5097 વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-8માં સરકારી પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થી NMMSની પરીક્ષા આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *