રાજકોટમાં દિવાળી તહેવારના 4 દિવસમાં 50 લોકોના અપમૃત્યુ

શહેરમાં દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફરી વળતા ચાર દિવસમાં 50 લોકોના અપમૃત્યુના બનાવો બનતા તેના પરિવારમાં તહેવારની ઉજવણીને બદલે ગમગીની છવાય હતી. બનાવને પગલે અલગ-અલગ પોલીસ મથકના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર, જિલ્લા સહિતના વિસ્તારોમાં અપમૃત્યુના બનાવો બન્યા હતા જેમાં છેલ્લા ત્રણેક દિવસમાં 50 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેમાં કુવાડવા ગામના મુકેશભાઇ ચૌહાણ, પોપટપરાના વંદનાબેન રાજપૂત, ન્યારા ગામે રહેતા આઠ વર્ષના બાળક પ્રિન્સ, રામનાથપરા જૂની જેલ પાસે ધર્મેશભાઇ જાપડિયા, સોહમ જગદીશભાઇ વાંજા, બજરંગવાડીના રાજેશ ધીરૂભાઇ કુકાવા, નાગેશ્વર સાેસાયટીના હરસુખભાઇ હરિભાઇ વિસાવડિયા, બેડીનાકા પાસે રહેતા અશોકભાઇ હરિભાઇ વિસાવડિયા, સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા સુભાષભાઇ ગજ્જર,ભીચરી ગામે રહેતા શાંતિબેન ભીલાવર તેમજ જસદણના વલ્લભભાઇ દુદાભાઇ ભાલાળા સહિત 50 લોકોનાં મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે અલગ-અલગ પોલીસ મથકના કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *