કલેક્ટર કચેરીમાં ફાયરના 50 બાટલા એક્સપાયરી ડેટવાળા

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં મંગળવારે જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના 50 સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા નીકળ્યા હતા. આ સિલિન્ડરને તાબડતોબ બદલવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ સિવાય કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ પણ આપવામાં આવશે. નવા સિલિન્ડર આવ્યા બાદ કચેરીના કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવશે. તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના, એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ સરકારી કચેરી, હાઈરાઈઝ બિલ્ડિંગો, શાળા-કોલેજો, લગ્ન હોલમાં સુરક્ષાને ધ્યાને લઈને ફાયર સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. તેમજ લોકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા કલેકટર કચેરીની ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં 50 સિલિન્ડર એક્સપાયરી તારીખવાળા મળી આવ્યા હતા.

ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં 288 કેસ કરીને રૂ.5 કરોડની ખનીજ ચોરી ઝડપી છે. આ સિવાય ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની મળીને કુલ 16.72 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ કુલ 132 ટકા વધુ હતી, જ્યારે ખાણ ખનીજ વિભાગે ગત નાણાકીય વર્ષ 2023-2024 માં કુલ 238 કેસમાં રૂ.3.77 કરોડની ખનીજ ચોરી ઝડપી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *