શહેરમાં કુવાડવા રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં કારખાનામાં જુગારધામ ચાલતું હોવાની માહિતીને આધારે બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી કારખાનેદાર સહિત પાંચ શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 45 હજારની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં કારખાનામાં પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતો કારખાનેદાર તુલસી પાર્કમા રહેતો રમેશ લક્ષ્મણભાઇ રામાણી, ઇમિટેશનનો વેપાર કરતો શ્રીનિવાસ શ્રીવિદ્યારામ શર્મા, ગુરુદેવ પાર્કમાં રહેતો ધર્મેશ ચતુરભાઇ હિરાણી, જગદીશ કરશનભાઇ પાનસુરિયા અને વિશાલ મગનભાઇ આસોદરિયાની ધરપકડ કરી તેની પાસેથી રૂ.45 હજારની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, જુગારની મોસમ ખીલી હોય તેમ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડો પાડી જુગારીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.