સરકારી-ગ્રાન્ટેડ કોલેજોને ફાયર સેફટી માટે યુનિવર્સિટી 5 લાખ આપે

સરકારી કોલેજોમાં ફાય૨ સેફટીનાં સાધનોનો ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આપવામાં આવે તે માટે જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કુલપતિને લેખિત રજૂઆત કરીને માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે ફાયર સેફટીના સાધનો લેવા માટે આશરે 5 લાખ જેટલો ખર્ચ થાય છે જે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને પરવડે તેમ નથી તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી રકમ આપવા માંગણી કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીલાંબરી દવેને કરેલી રજૂઆતમાં કુંડલિયા કોલેજના આચાર્યએ કહ્યું છે કે નવા ફાયર સેફટીના નિયમો મુજબ ફાયર સેફટીની સિસ્ટમનો અંદાજે 5 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે. જે ગ્રાન્ટેડ કોલેજો અને સરકારી કોલેજમાં અને ખાસ કરીને આટૅસ / કોમર્સ કોલેજોને ૫૨વડે તેમ નથી. આથી આપની પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ ફંડમાંથી દરેક ગ્રાન્ટેડ કોલેજને પાંચ લાખની સહાય કરવામાં આવે જે વિદ્યાર્થીઓના સંરક્ષણ માટે જ વપરાવાના છે અને વિદ્યાર્થીઓના હિત માટે જ છે. ઉપરોકત બાબતે આપની કક્ષાએ યોગ્ય હકારાત્મક નિર્ણયની અપેક્ષા હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *