છરીની અણીએ વૃદ્ધ વેપારીના અપહરણના પ્રયાસમાં 5 પકડાયા, વધુ બેની શોધખોળ

કોઠારિયા રોડ પર પટેલનગર પાસેની સદભાવના સોસાયટીમાં રહેતા અને સોરઠિયાવાડી પાસે ભવાની શીંગ નામે દુકાન ચલાવતા જગદીશભાઇ કાંતિભાઇ સાતા (ઉ.67) શનિવારે તેની દુકાનેથી ઘેર જતા હતા ત્યારે તેના ઘર નજીક કારમાં અગાઉથી ઊભેલા અજાણ્યા શખ્સોએ ધસી આવી છરી બતાવી કારમાં બેસાડવાની કોશિશ કરી હતી. બનાવને પગલે વેપારીએ દેકારો કરતાં લોકો એકઠા થઇ જતા અપહરણકારો નાસી ગયા હતા.

વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ કરતા વેપારી જગદીશભાઇને અપહરણ કરવા આવેલો નવા થોરાળામાં રહેતો નિખિલ મુકેશભાઇ ચાવડા સાથે માથાકૂટ થઇ હતી જેથી તેને ઓળખતા હોવાનું જણાવતા પોલીસે નિખિલને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરી વધુ કરણ અશોકભાઇ સરવૈયા,મીત કિશોરભાઇ પરમાર,નયન જ્યોતિભાઇ દાફડા, સુજલ દીપકભાઇ પરમાર અને બે બાળ આરોપી સહિત સાતની અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં નિખિલએ અન્ય મિત્રો સાથે વેપારીનું અપહરણ કરી લાખો રૂપિયા પડાવવાનો પ્લાન કર્યો હતો અને તેની સાથે વધુ જિલ્લા ગાર્ડન પાસે રહેતો રાહુલ ચાવડા અને ગંજીવાડાનો ફરાદ પણ હોવાનું બહાર આવતા પોલીસે વધુ બેને પકડી લેવા કાર્યવાહી કરી છેે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *