5.9ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાનમાં 8નાં મોત

દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર આવેલા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે મોડી સાંજે ભૂકંપથી 8 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 9:13 વાગ્યે નોંધાયો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં હતું અને ઊંડાઈ જમીનથી 190 કિલોમીટર અંદર હતી. ભૂકંપના આંચકા ખૈબર પખ્તુનખ્વા, ઈસ્લામાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *