મોરબી રોડ વિસ્તારમાં રહેતા યુવક પાસે રહેલી રૂ.10 લાખની કાર તેનો મિત્ર પાંચ દિવસ માટે લઇ ગયા બાદ તે કાર તેણે બારોબાર વેચી દઇ છેતરપિંડી આચરી હતી,
રવિ રાજુભાઇ ગોરિયાએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા રાજુ ભીમ બાંભવાનું નામ આપ્યું હતું. રવિ ગોરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે છ મહિનાથી તેના મિત્ર દીપ ઠક્કરની રૂ.10 લાખની કિંમતની કાર છે, ગત તા.9ના તેના મિત્ર રાજુ બાંભવાનો ફોન આવ્યો હતો.
તેણે કહ્યું હતું કે, ફરવા જવું છે તો પાંચ દિવસ માટે તારી પાસે રહેલી કાર આપ, રવિ ગોરિયાએ મિત્ર પર વિશ્વાસ કરી કાર આપી હતી, પાંચ દિવસ વીતી ગયા બાદ કાર પરત નહીં આવતાં રવિએ ફોન કર્યો હતો તો રાજુ બાંભવાએ બે દિવસમાં આપી જશે તેવું બહાનું કાઢ્યું હતુ.