રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 7 ટકા વળતરની લાલચ અપાઈ, શહેરમાં 3 સગીરાનું અપહરણ

રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણના નામે યુવાન સહિતના લોકો સાથે રૂ.1,48,16,100 ની છેતરપિંડીની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મવડી વિસ્તારમાં રહેતા દંપતિ અને તેના પુત્ર દ્વારા દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 5થી 7 ટકા વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેથી 1.78 કરોડનું રોકાણ કર્યા બાદ વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં 26.77 લાખ આપ્યા હતા પરંતુ, બાદમાં મૂળ મૂડી અને વળતર ન આપી વિશ્વાસઘાત કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જેથી, પોલીસે છેતરપિંડી કરનારાઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પેઢીમાં તમો રોકાણ કરો તો તમને 5થી 7 ટકા વળતર મળશે વિરેન્દ્રસિંહ પરમારે આલાપ પામ રોડ પર ઇસ્કોન હાઇટસમાં રહેતા સાગરભાઇ ખુંટ , અરવિંદભાઇ ખુંટ અને જ્યોત્સાનાબેન ખુંટ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 29/08/2024 થી 01/10/2025 દરમિયાન આ કામના ફરીયાદીને સાગરભાઈએ પોતાની દુબઈ ખાતે “M SHA INVESTMENT CONSULTANTS-FZCO!” છે એવું કહ્યું હતું અને આ પેઢીમાં તમો રોકાણ કરો તો તમને 5થી 7 ટકા વળતર મળશે તેમ વાત કરી હતી.

રોકાણકર્તાઓનો વિશ્વાસ કેળવવા માટે રૂ.26,77,400 વળતર પેટે આપ્યા હતા જેથી સાગરભાઇ તેમજ તેમના પિતા અરવિંદભાઈ અને માતા જ્યોત્સનાબેનના એકાઉન્ટમા ફરીયાદી તથા અન્ય લોકોના બેંક મારફતે રૂ.1,74,93,500 નું પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં ફરિયાદી વિરેન્દ્રસિંહ અને અન્ય રોકાણકર્તાઓનો વિશ્વાસ કેળવવા માટે રૂ.26,77,400 વળતર પેટે આપ્યા હતા. જોકે તે બાદ MSA INMISTMENT CONSULTANTS-FZCT પેઢીના નામે રોકાણ કરાવી રોકાણકારોને વળતર કે મુળ રોકાણ પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે BNS ની કલમ 316(5),3(5) તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમની કલમ 3 મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *