નવા વર્ષના દિવસે જાપાનના ઈશીકાવામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાન ટુડે અનુસાર, અત્યાર સુધીમાં 48 લોકોનાં મોત થયા છે, અને 140 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. તેમની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે રહી છે.
ભૂકંપના કારણે ઈશિકાવામાં ઘણી જગ્યાએ આગ લાગી હતી. જેના કારણે 200 ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. 32,500 ઘરોમાં વીજળી નથી. અહીં વધુ એક ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે.